Newsletter 2016

Namaste, and Greetings to all our Gamvasis here in UK.

Download PDF version of Newsletter 2016

This year, the AGM  will take place on Sunday 18th September 2016 at Shree Krishna Mandir, Old Meeting  Street, West Bromwich, B70 9SZ. We can also reflect on our past activities and provide an update on news and development which have taken place here in the UK and in Bodali.

Project Updates

  • Current Projects
  1. Boundary wall and chiller plant at R.O plant – Room for the Chiller plant and boundary wall almost complete. Internal work on going. Both projects were met by donation from Dr. Pravinbhai D Patel & Family.
  2. Changing Room and Bathing Facility for ladies – as per our tradition ladies are required to bathe at talav immediately after the funeral. A room has been constructed with hot shower and changing room facility.

The donation for this project was met by Dr. Ramanbhai B Patel & family.

  1. Laxmi Narayan Mandir, Bodali, adjoining Hall – Although all the main work has been completed, minor work still needs to be completed. I.e. water supply to the kitchen and toilet is in-adequate.
  2. Bodali School Ground Playing Facility and Equipment for Disabled People:-School ground facility, at Bodali and Khandarak School have been installed and in full use, however the ground at Bodali School is not up to standard. The ground needs levelling and more sand needs to be added in the slide area for safety reason.

Equipment for the disabled people – is in use.

  1. Providing First Aid equipment and training – The First Aid training has been provided to volunteers in each Falia so as they can carry out essential first aid on spot before receiving further medical at hospital and hence saving lives. This project was funded by a Doctor in Navsari.
  • Future Projects
Cricket Pavilion at Galiwala ground Construction of Building – 2 changing room with shower facility and meeting room. Estimate cost between Rs 18-22 lacs (£21,000 -26,000)
Refurbishment of toilets for boys and girls at Bodali School Construction of toilets for boys, girls and for the staff. Estimate cost Rs. 9 lacs (£11,000)
Free meals for the needy To provide 1 meal per day for those who are unable to cook.

Initial study has identified 60 people who could qualify for this scheme.

Estimate cost of £42 per day (£15300 per year)
Electric Sub-station Further street lights would be useful between Bhutiawad and Khadi – in order to have these lights installed an electric sub-station needs to be constructed. Estimate cost for the sub-station in the region of Rs.3 lacs (£3530)

Note: – Single or Multiple donors are sought for the above projects.

 

  • Investment of funds in India Further £10,000 from the endowment funds in UK was transferred to Bank of Baroda – Bodali Branch for opening of the FD account.
  • Depression and Suicide Awareness – A seminar was held at Bodali School on prevention of depression and suicide in young people. Some 350 people, including people from nearby gam, attended this event.

Finally, we would like to thank and congratulate Shree Randhirbhai (Sarpanch) for liaising with Mandals abroad and working with youths of Bodali in taking the Gam forward.

Once again Namaste and thank you to all of you and look forward to seeing you at the Samelaan in West Bromwich.


બોદાલી સેવા મંડળ યુ.કે. (BSMUK) સમાચાર પત્રિકા સપ્ટેમ્બર ૨૦૧૬

સાદર નમસ્કાર, અને યુ.કે. સ્થિત આપણા સર્વે ગામવાસીઓને વંદન!

આ વર્ષે, આપણા ગામનું સંમેલન રવિવાર, તાઃ ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ શ્રી કૃષ્ણ મંદિર, ઓલ્ડ મીટિંગ સ્ટ્રીટ, વેસ્ટ બ્રોમવિચ, B70 9SZ ખાતે મળી રહ્યું છે. આપણે અહીં યુ.કે.માં તેમજ બોદાલીમાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલ પ્રગતિ અને કાર્યવાહી પર દૃષ્ટિપાત કરીશું.

પ્રૉજેક્ટ અપડેટ્સ

  • હાલના ચાલુ પ્રૉજેક્ટ્સ
  1. ચિલર પ્લાન્ટ અને આર.ઓ. પ્લાન્ટ ફરતે દીવાલ લગભગ તૈયાર થઈ ગઈ છે. અંદરનું કામ ચાલુ છે. આ બંને કામ માટેનું દાન ડૉ.પ્રવિણભાઈ ડી. પટેલ અને ફૅમિલી તરફથી મળ્યું છે.
  2. બહેનો માટે બાથરૂમ ફેસિલિટી/સુવિધાઃ આપણા રીવાજો મુજબ સ્મશાન યાત્રા નીકળી ગયા બાદ, બહેનો તરત જ તળાવે નહાવા જાય છે. આ માટે ગરમ પાણીના શાવરની સગવડતા અને કપડાં બદલવાવા રૂમ સાથેનું મકાન તૈયાર થઈ ગયું છે. આ પ્રૉજેક્ટ્સ માટેનું દાન ડૉ.રમણભાઈ બી. પટેલ અને ફૅમિલી તરફથી મળ્યું છે.
  3. શ્રી. લક્ષ્મીનારાયણ મંદિર, બોદાલીઃ બાજુનો હૉલ – આમ તો મુખ્ય કામ પતી ગયું છે, અને થોડું નાનું કામ જ બાકી રહ્યું છે. જેમ કે, રસોડા અને ટૉઈલેટ સુધી પાણી પૂરવઠો પહોંચાડવો.
  4. બોદાલીની સ્કૂલોમાં રમતગમતના સાધનો અને ડિસેબલ્ડ (અપંગ) ગ્રામજનો માટે સાધનોઃ બોદાલી અને ખંડારકની સ્કૂલોમાં રમતગમતના સાધનો લગાવી દીધાં છે અને બાળકો તેનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. પરંતુ બોદાલી સ્કૂલનું ગ્રાઉન્ડ જોઈએ તેટલું સારું નથી. ગ્રાઉન્ડને લેવલિંગ કરાવવાની જરૂર છે અને બાળકોની સુરક્ષાના કારણોસર સ્લાઈડ આગળ રેતી નાંખવાની જરૂર છે. અપંગો માટેના સાધનો વપરાય છે.
  5. ફર્સ્ટ એઈડ અને તાલીમઃ ગામમાં દરેક ફળિયા તેમ જ બંને સ્કૂલોમાં જરૂરી એવા ફર્સ્ટ એઈડ (First Aid) માટે, ગામના સ્વયંસેવકો અને બે ટીચરોને ફર્સ્ટ એઈડ (First Aid)નો કોર્સ કરાવી તાલીમ આપવામાં આવેલ છે, જેથી દર્દીઓને હૉસ્પિટલમાં લઈ જતાં પહેલાં તેઓને જરૂરી ફર્સ્ટ એઈડ (First Aid) આપી જિંદગી બચાવી શકે. નવસારી સ્થિત એક ડૉક્ટર તરફથી આ પ્રૉજેક્ટ માટેનું દાન મળ્યું છે.

 

  • ભવિષ્યાનાં પ્રૉજેક્ટ્સ

 

ગલીવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પેવિલિયન બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન – શાવરની સુવિધા સાથેના 2 કપડાં બદલવાના રૂમ્સ અને મીટિંગ રૂમ. અંદાજિત ખર્ચ રૂ.18-22 લાખ (£21,000 -26,000)ની વચ્ચે થાય
બોદાલી સ્કૂલમાં છોકરા–છોકરીઓ માટે ટૉઈલેટ બ્લૉક્સમાં નવીનીકરણ છોકરા–છોકરીઓ તથા સ્ટાફ માટે ટૉઈલેટ બ્લૉક્સનું કન્સ્ટ્રક્શન. અંદાજિત ખર્ચ રૂ.9 લાખ (£11,000) થાય
ઘરડાં અને જરૂરિયાતમંદોને “મીલ ઑન વ્હીલ” જેવી સેવા જે લોકો રસોઈ બનાવી ન શકે તેઓ માટે રોજનું 1 વારનું ભોજન પૂરું પાડવું.

શરૂઆતના અભ્યાસમાં બહાર આવ્યું છે કે 60 લોકો આ સ્કીમ માટે યોગ્યતા ધરાવે છે.

અંદાજિત ખર્ચ £42 પ્રતિ દિવસ (£15300 પ્રતિ વર્ષ) થાય
ઈલેક્ટ્રિક સબ–સ્ટેશન ભૂતિયા વાડ અને ઘોડા ખાડી વચ્ચેની સ્ટ્રીટ લાઈટ્સ ઉપયોગી નીવડશે – આ લાઈટ્સ માટે એક ઈલેક્ટ્રિક સબ–સ્ટેશનનું કન્સ્ટ્રક્શન કરવાની જરૂર છે. સબ–સ્ટેશન માટેનો અંદાજિત ખર્ચ રૂ. 3 લાખ (£3530) થાય

નોંધઃ ઉપરના દરેક પ્રૉજેક્ટ્સ માટે દાતાઓની જરૂર છે

 

  • ઈન્ડિયામાં પૈસાનું રોકાણઃ એન્ડાઉમેન્ટ ફન્ડ્સમાંથી બૅન્ક ઑફ બરોડાની બોદાલી બ્રાન્ચમાં બીજા £10,000 ટ્રાન્સફર કરી, ફિક્સ ડિપૉઝિટ ઍકાઉન્ટ ખોલવામાં આવેલ છે.

 

  • ડિપ્રેશન અને આપઘાત અંગે સેમિનારઃ બોદાલી સ્કૂલમાં યુવાનોમાં જોવા મળતા ડિપ્રેશન અને આપઘાતના કિસ્સા અંગેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં આસપાસના ગામના લોકો સહિત લગભગ 350 લોકોએ ભાગ લીધો હતો.

અને છેલ્લે, સરપંચ શ્રી. રણધીરભાઈને અભિનંદન અને આભાર. તેઓએ પરદેશના મંડળો જોડે સંદેશા–વ્યવહાર, સાથે મળી કાર્યો કરી, ગામના યુવાનોને સાથે રાખી બોદાલી ને પ્રગતિના પંથે લઈ ગયા છે.

ફરી એકવાર નમસ્તે અને આપ સૌનો આભાર. આપને વેસ્ટ બ્રોમવિચની જાહેરસભા અને સમ્મેલનમાં મળવાની આશા સાથે.

 

બોદાલી સેવા મંડળ, યુ.કે.

Posted in Seva Mandal UK